Prestige Network The Language Specialists - Translation Interpreting
Prestige Network Who are we

પ્રસ્તુત છે Prestige Network

ભાષાની સેવાઓમાં એક નવતર અભિગમ

Prestige ખાતે, અમે, કેન્દ્ર અને સ્થાનિક સરકારી વિભાગો, રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓ (એનએચએસ), પોલીસ અને અન્ય જાહેર સંસ્થાઓ સહિત, જાહેર ક્ષેત્રમાં, ભાષા અને સંદેશા વ્યવહારની તમામ જરુરીયાતો પૂરી પાડીએ છીએ.

એક દાયકા પૂર્વે સ્થાપિત Prestige ભાષા સેવાઓમાં એક નવતર અભિગમ રજુ કરે છે - એક એવું ક્ષેત્ર જયાં અગાઉ પારંપરિક જોગવાઈ કરનારાઓ (પ્રોવાઈડરો) પાસેથી વ્યવસાયી અને ઊંચી કક્ષાની ગ્રાહક સેવાઓ અલભ્ય હતી.

ગુણવત્તા અને વિશ્વસનીયતા માટેની અમારી પ્રતિષ્ઠાએ અમને ઘણા નવા ગ્રાહકો મેળવી આપ્યા છે, જે પૈકીના મોટાભાગના અમારી પાસે સીધી ભલામણથી આવ્યા છે.

બધાથી મહત્તમ, અંદર અને બહાર બંને જગ્યાએ અમારા ઉંચી લાયકાત ધરાવતા કમર્ચારીઓની ગુણવત્તા મારફત ગ્રાહક / જોગવાઈ કરનાર સાથેની ભાગીદારીને, અમે સામર્થ્ય પુરુ પાડીએ છીએ. Prestige તદવિદોએ, અમારા વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ બનતા બહુ સાંસ્કૃતિક પર્યાવરણની જરુરીયાતોને વધુ સારી રીતે પ્રતિબિંબીત કરતી વિસ્તૃત સેવા આપવા, અમારા ગ્રાહકોની ઉપલભ્ય શકયતાઓને અધિકતમ કરવામાં તેઓને સક્ષમ બનાવે છે.

 

18 વર્ષથી ગુણવત્તાની જોગવાઈ

છેક 1991થી, Prestige, વધતી જતી વૈવિધ્યપૂર્ણ ગ્રાહક જરુરીયાતોને સીધેસીધો અનુકૂળ પ્રતિભાવ આપીને અસરકારક નવી ભાષા ટેકનોલોજી દાખલ કરવામાં પહેલ કરી છે.

અમારી પાસેના નવી ભાષા ટેકનોલોજી વિકસાવવાના એક દાયકા કરતાં વધુ ગાળાના અનુભવ સાથે, અમે લેખિત ભાષાંતરો આપીને અમારી ભાષાકીય સેવાની શરુઆત કરી હતી. શરુઆતથી જ, અમે લાયક અને પ્રતિભાવંત વ્યવસાયીઓના અમારા પોતાના વિશાળ સંશાધનોને તેમજ બહારના પ્રાપ્તિ-સ્થાનેથી પુછાણ કરાયેલ બીજાઓનો, અમે ઉપયોગ કર્યો હતો.

જાહેર ક્ષેત્રના સ્વરુપ તરીકે, ભાષાની જરુરીયાતો વાણિજયક પર્યાવરણની જરુરીયાતો કરતાં જુદી છે, તેથી ઈલેકટ્રોનિક ડિલિવરી અને ઓન-લાઈન તથા ઓફ-લાઈન પ્રકાશનોને લગતા ખાસ પડકારો છે. Prestige ખાતે, અમે ગ્રાહકની ગમે તે જરુરીયાતો હોય - તેનું યોગ્ય નિરાકરણ લાવવાનો, અમે અનુભવ અને ક્ષમતા ધરાવીએ છીએ.

અમારા ભાષાંતર કામની સફળતા જાળવાની સાથે, અમે બહુભાષી મુદ્રણ વ્યવસ્થાની પાછળ પાછળ મોઢા થી મોઢાની અને ટેલિફોન દુભાષીયાની કામગીરીની સેવા શરુ કરી છે. અમારી પાસેના ઉપલબ્ધ પ્રાપ્તિ સાધનો અને વ્યવસ્થા પ્રણાલીઓ સાથે, દાખલ કરેલી આ નવી સેવાઓ, અમારી સેવા-યાદીના વિસ્તરણમાં તર્ક ભરેલું આગળનું પગલું હતું.

 

Prestige Network - યુકેના જાહેર ક્ષેત્ર માટે પસંદગી પામેલ ભાષાકીય સેવાઓની જોગવાઈ કરનાર

 • 1991 થી સ્થાપિત
 • 3 વર્ષમાં ગ્રાહકોની વિપુલ સંખ્યા
 • 100% જાહેર ક્ષેત્રને વિશિષ્ટ રીતે સમર્પિત
 • ભાષાંતર, મોઢા થી મોઢાની અને ટેલિફોન દુભાષીમાં નીપુણતા અને અનોખી નિપુણતા દા.ત.
 • બહુભાષી મુદ્રણ અને દુર્ભભ ભાષાઓ
 • ઝડપી પ્રતિક્રિયા દા.ત. મોઢા થી મોઢાની દુભાષી સેવા
 • ટેલિફોન દુભાષિયા જોડે ત્વરિત જોડાણ
 • યુકેનું મોટામાં મોટું ભાષકીય સંશાધન
 • ભાષા ટૅકનોલોજીની પસ્ચાદભૂ
 • બધીજ ભાષાઓ - 'અરેબિક થી યોરુબા'
 • ઈન-હાઉસ ભાષાંતરકારો જેઓ 25 થી વધારે ભાષાઓ બોલે છે
 • ગુણવત્તા વર્ધક સેવાઓ (વેલ્યુ એડેડ સર્વિસીસ) - દા.ત. પરામર્શ સેવા
 • 90% કામ ગ્રાહકોના ભલામણથી
 • દરેક ખાતા (એકાઉન્ટ) માટે એક એકાઉન્ટ મેનેજર અને એક પ્રોજેકટ મેનેજર
 • પરિવર્તનક્ષમ ખર્ચાના નમૂનાઓ
 • સમય પર, બજેટ પર
 • દરેક સમયે મૈત્રીપૂર્ણ, નમ્ર અને વ્યવસાયિક વ્યવહાર

સંપર્ક કરો - સેવા આપવા અમે આતુરતાથી રાહ જોઈએ છીએ!